ઇત્તિહાદુલ મુસ્લેમિન ટ્રસ્ટ અંજારમાં મિની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવશે

ઇત્તિહાદુલ મુસ્લેમિન ટ્રસ્ટ અંજારમાં મિની મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવશે
ભુજ, તા. 30 : ઇત્તિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ ટ્રસ્ટની જનરલ કારોબારી સામખિયાળીમાં હક સ્ટીલ્સ એન્ડ મેટાલિકસ પ્રા.લિ. મધ્યે ગુજરાત પ્રદેશના પ્રમુખ હાજી ઇનામુલહક  ઇરાકીના અધ્યક્ષસ્થાને મળી હતી. પ્રમુખ હાજી મોહંમદભાઇ આગરિયાએ ગત મિટિંગના એજન્ડાનું વાંચન કરી લેવાયેલ નિર્ણયો પર થયેલ કાર્યોની પ્રગતિનો અહેવાલ રજૂ કર્યો હતો. ટ્રસ્ટી હાજી જુમ્માભાઇ રાયમાએ અંજાર મધ્યે નિર્માણ પામનાર મિની મલ્ટિ સ્પેશિયલ હોસ્પિટલનાં નિર્માણ માટેની જમીનની જરૂરી કાર્યવાહી અને મંજૂરીની દરખાસ્ત તેમજ હાજીપીર વલીની દરગાહના વિકાસ માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં પડતર હોઇ બંને દરખાસ્તોના આગળનાં કાર્યો માટે 7 જણની કમિટી બનાવાઇ તેમાં સંસ્થાના પ્રમુખ હાજી મોહંમદભાઇ આગરિયા, હાજી જુમ્માભાઇ રાયમા, હાજી ઇનામુલહકભાઇ ઇરાકી, યુસુફભાઇ સંઘાર, હૈદરશા પીર, ઇદ્રીશભાઇ વ્હોરા અને એડવોકેટ સાદિકભાઇ રાયમાને સમાવાયા હતા. મિટિંગના અધ્યક્ષ હાજી ઇનામુલહક ઇરાકીએ આગામી તા. 6-11-22ના ઇસા ફાઉન્ડેશનના સહયોગથી ભુજ મધ્યે 250 યુગલ માટે (સમૂહશાદી)નું આયોજન હાથ ધરાશે જે આયોજનમાં કોઇ જ કચાસ બાકી ન રહે તે માટે અત્યારથી જ કામે લાગી જવા આહ્વાન કરાયું હતું. સંસ્થા દ્વારા કચ્છભરમાં ચાલી રહેલા સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોમાં આગામી તા. 10-7-22ના રોજ કોર્સ પૂર્ણ થતાં તમામ તાલીમ વર્ગોમાં તાલીમ પામનાર તાલીમાર્થીઓ તેમજ ટ્રેનરોને સંસ્થા દ્વારા પ્રમાણપત્રો એનાયત કરવા તેમજ નવા તાલીમ કેન્દ્રો શરૂ કરવા સર્વાનુમતે નિર્ણયો લેવાયા હતા. આર્થિક સમસ્યાઓ હળવી કરવા 500 જેટલી ડોનેશન પેટીઓનું વિતરણ કરવાનું પણ નક્કી કરાયું. ચર્ચામાં ભાગ લેતાં હાજી નૂરમામદ રાયમા, સુલતાનભાઇ માંજોઠી, શાહનવાઝભાઇ શેખ, હાજી અ.રઝાકભાઇ ખત્રી, સલીમભાઇ રાયમા, લતીફભાઇ ખલીફા, મામદભાઇ નોડે, શાહીદભાઇ રાયમા, હાફીઝ સલમાનભાઇ, શબ્બીરભાઇ સુમરાએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. તા. 3-7-22ના  સંસ્થા અને ખાતુન મેરેજ બ્યૂરો અમદાવાદના સહયોગથી લગ્ન પસંદગી-પરિચય મેળાના આયોજન સંદર્ભે સંસ્થાના પ્રમુખે જણાવ્યું હતું કે, આ મેળો ઇસ્લામિક શરિયતના દાયરામાં યોજાશે. સંસ્થાના સૈયદ હબીબશા, અશરફભાઇ પાસ્તા, મંધરા ઇસ્માઇલ માસ્તર, મંધરા નૂરમામદભાઇ, અબ્દુલભાઇ આગરિયા, શાબીરભાઇ કુરેશી, સુલતાનભાઇ કુંભાર, હારૂનભાઇ કુંભાર, આદમભાઇ રાયમા હાજર રહ્યા હતા. 

© 2022 Saurashtra Trust