એકથી વધુ ક્ષેત્ર ધરાવતા તલાટીઓ ગામ મુજબ દિવસ ફાળવી કાર્ય કરે

ભુજ, તા. 30 : કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ સભા ભુજ મધ્યે યોજાઇ હતી. જેમાં તલાટીની હાજરી અને કામગીરી બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી. પ્રમુખ વિજય ગોસ્વામીએ તમામ તલાટીઓને પોતાના સેજામાં હાજરી આપી સારી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તલાટીની ગેરહાજરી બાબતે એક પણ તાલુકામાંથી પ્રશ્ન ઊભા ન થાય તેની તકેદારી રાખવા તેમજ કચ્છ જિલ્લામાં ઘણા તલાટી પાસે એકથી વધારે ગામોનો ચાર્જ છે. જેમણે ગામ મુજબ દિવસની ફાળવણી કરી કામગીરી કરવા જણાવાયું હતું. કચ્છ જિલ્લા તલાટી મંડળની જનરલ માટિંગમાં પ્રમુખ વિજયભાઇ ગોસ્વામી, મહામંત્રી રૂપસિંહ જાડેજા, રાજ્ય પ્રતિનિધિ વી.ડી. સોલંકી, રાજલબેન ગઢવી, જયેન્દ્રસિંહ વાઘેલા, રોહિતભાઇ ડાભી, રાઘવદાન ગઢવી, જશવંતસિંહ સોલંકી, તરૂણભાઇ જોશી, અર્ચનાબેન ગુંસાઇ, મિતલબેન રાવલ, પંકજભાઇ રાવલ સહિતે હાજરી આપી હતી. સંચાલન રાઘવદાન ગઢવીએ કર્યું હતું.