કોટડા (આ)ની કૈલાસનગર પ્રા.શાળાને કોમ્પ્યુટર રૂમની ભેટ

કોટડા (ચ), તા. 27 : પ્રાથમિક શાળાના સ્થાપના દિવસે શાળાના બાળકો માટે સતસંગી બહેને કમ્પ્યુટર રૂમ બનાવી આપ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓએ અર્પણવિધિ કરી હતી. બારથી પંદર કિ.મી.માં ફેલાયેલા વાડી વિસ્તારના ખેતમજૂર આદીવાસી બાળકો શોધીને ભણવા લઈ આવવા મુકી આવવા. તેમને શિક્ષણ અપાવવાના અભિગમને સ્વામી મહારાજોએ આચાર્યની પીઠ થાબડી અને હજી વધુ એક ખુટતો રૂમ બનાવી આપવા સત્સંગીઓને આહવાન કર્યું હતું. વૃક્ષારોપણ પણ કરાયું હતું. કોટડા આથમણા પંચાયત હેઠળના કૈલાશનગર પ્રાથમિક શાળાના સ્થાપના દિવસે દાતાઓના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરજપર સ્વામિનારાયણ મંદિરના સત્સંગીઓની હાજરીમાં અગ્રણીઓ બાળકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમ માણ્યો હતો. મંદિરના ટ્રસ્ટી નારાણભાઈ કરસન કેરાઈ (નારાણબાપા)ના પ્રયત્નોથી સુખપરના સત્સંગી બહેન વનિતાબેન હરજી વેકરિયા પરિવારનો સહયોગ મળે છે. રબારી આદીવાસી પરિવારોના વધુ બાળકો અભ્યાસ કરે છે તેવી આ પ્રા. શાળાને કોમ્પ્યુટર રૂમ બનાવી સુરજપર સ્વામિનારાયણ મંદિરના સંતો શ્રી સ્વામી અક્ષરવલ્લભદાસજી મહારાજ, ભક્તિપ્રસાદ દાસજી સ્વામી, સ્વામી ઘનશ્યામદાસજી તેમજ સ્વામી આનંદ વલ્લભદાસજીના હસ્તે રૂમની અર્પણવિધિ કરવામાં આવી હતી. વૃક્ષારોપણ શાત્રી સ્વામી મહારાજે કર્યું હતું. જિલ્લા પંચાયતના સભ્ય નારાણભાઈ મહેશ્વરી, સરપંચ મનસુખભાઈ માકાણી, નર્મદાબેન માકાણી તેમજ સ્વામીનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ દેવચંદભાઈ શેઠ, ભીમજીભાઈ હીરાણી, ભરતભાઈ ઠક્કર, ચેતનાબેન પિંડોરિયા, પિતેશભાઈ હીરાણી, સ્વામી શાળા આચાર્ય (દિવ્યાંગ) યુવાનને પાછળ મુકી દે તેવા હિરાલાલ ભાનુશાલી તેમજ શિક્ષક સ્ટાફે કર્યું હતું. ગામના અગ્રણી દેવાભાઈ રબારી પબાભાઈ રબારી, હંસાબેન મહેશ્વરી હાજર રહ્યા હતા.