ભારતીય સંસ્કૃતિયાત્રામાં કચ્છના કલાકારો ઝળકયા

ભુજ, તા. 30 : ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બેંગકોક-થાઇલેંડ ખાતે ઉજવાયેલ `ભારતીય સંસ્કૃતિ યાત્રા' નામક 30મા ગ્લોબલ કોમ્પિટિશન અને ફેસ્ટિવલમાં ભારતના અલગ અલગ ખૂણેથી બહોળી સંખ્યામાં જુદી-જુદી કેટેગરીમાં કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં ભુજના નૃત્યનાદ-ધ સ્ટુડિયોના આર્ટિસ્ટીક ડિરેકટર યેશા લક્ષ્મીકાંત ઠક્કરનો ભારતીય શાત્રીય નૃત્ય (કથક)માં પ્રથમ ક્રમાંક તો વિદ્યાર્થિની ધ્યાના મિલન સોનીને (કથક)માં દ્વિતીય ક્રમાંક અને સેમી-કલાસિકલમાં પ્રથમ નંબર આવ્યો છે. આ બંનેએ ભારતીય શાત્રીય નૃત્યને વિશ્વમાં ઉજાગર કરી અને ભુજ કચ્છ, ગુજરાત તેમજ ભારતનું નામ થાઇલેન્ડમાં ગુંજાવ્યું હતું. સંસ્થા દ્વારા ન્યુ દિલ્હી, મુંબઇ, હરિયાણા, ઝાંસી, કોરબા, બેતુલ, હોરાંગાબાદ અને કોલકતા ખાતે પણ ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સાથે મળીને અનેક સ્પર્ધાઓ યોજવામાં આવે છે.