શેખપીર પાસે ઓફિસમાં જુગાર રમતા છ ખેલી ઝડપાયા

શેખપીર પાસે ઓફિસમાં જુગાર રમતા છ ખેલી ઝડપાયા
ભુજ, તા. 30 : શેખપીર-માધાપર હાઇવેની ઓફિસમાં ગંજીપાના વડે જુગાર રમતા છ ખેલીને જ્યારે ભચાઉમાં રોડલાઇટના અજવાળા તળે જુગાર રમતા ત્રણ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.માધાપર પોલીસની સર્વેલન્સ ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે શેખપીર પાસેની પૂનમ હોટલની નીચેની ઓફિસમાં જુગાર રમાઇ રહ્યો છે, આથી પોલીસે દરોડો પાડતાં ગંજીપાના વડે જુગાર રમતા શામજી રામજી બરાડિયા (આહીર), વાલજી અરજણ બરાડિયા (આહીર), શ્યામદાન આવળદાન ગઢવી, દિનેશ લક્ષ્મણ બરાડિયા (આહીર), શિવજી રામજી બરાડિયા (આહીર) રહે. તમામ લાખોંદ (તા. ભુજ) અને ધનજી રામજી ચાવડા (આહીર) (રહે. કુકમા)ને રોકડા રૂા. 30,000, ચાર મોબાઇલ કિ.રૂા. 20,000 તથા બે ફોર વ્હીલર ગાડી કિં.રૂા. 4,50,000 એમ કુલ્લે રૂા. 5,00,000ના મુદ્દામાલ સાથે ઝડપી જુગારધારા તળે માધાપર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ગણનાપાત્ર જુગારના દરોડાની કામગીરીમાં માધાપરના હે.કો. જયંતીભાઇ મહેશ્વરી, રાજાભાઇ રબારી, કોન્સ. રાજેન્દ્રસિંહ રાઠોડ, ભરતભાઇ ચાવડા, પ્રકાશભાઇ ચૌહાણ તથા સ્ટાફ જોડાયો હતો. બીજીતરફ ગઇકાલે ભચાઉની જલારામ સોસાયટીના ચોકમાં રોડલાઇટના અજવાળા તળે ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા મહેબૂબ ઇસ્માઇલ રાયમા, અનવર ભચુ માંજોઠી અને કિશનભાઇ રમેશભાઇ પ્રજાપતિ (રહે. ત્રણે ભચાઉ)ને રોકડા રૂા. 10,400 તથા બે મોબાઇલ કિં.રૂા. 10,000 એક કુલ્લે રૂા. 20,400ના મુદ્દામાલ સાથે ઝડપી ભચાઉ પોલીસે જુગારધારા તળે ગુનો નોંધી કાર્યવાહી હાધ ધરી હતી. 

© 2022 Saurashtra Trust