રાપરના હત્યાના પ્રયાસના કેસનો આરોપી મુંબઈથી ઝડપાયો

રાપર, તા. 30 : તાજેતરમાં સંયુકત મિલ્કત બાબતે થયેલી બબાલમાં કાકા અને તેના પુત્રોએ યુવાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં એક આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડયો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ગત તા. 5 જુનના રાત્રીના સમયે 15 જણાના ટોળાએ પિતા પુત્ર ઉપર ઘાતક હથીયારો વડે હુમલો કર્યો હતો. આ મામલે હત્યાના પ્રયાસ સહીતની કલમો તળે ગુનો દર્જ થયો હતો. ફરાર આરોપી કમલેશ મનજી લોવારીયા મુંબઈ ખાતે હોવાની બાતમી મળી હતી. રાપર પી.એસ.આઈ જી.બી. માજીરાણા અને જરૂરી પોલીસ સ્ટાફની એક ટીમ મુંબઈ ગઈ હતી. અને આરોપી કમલશને ઝડપી પાડયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.