વિમ્બલ્ડનમાં અપસેટની હારમાળા : મરે અને રાડુકાનુ ફેંકાયાં

વિમ્બલ્ડન, તા. 30 : ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના છેલ્લા વિમ્બલડનમાં ચેક ગણરાજ્યની લૂસી રાડેકા સાથે પહેલા રાઉન્ડમાં જ બહાર થઈ છે. સાનિયા અને તેની જોડીદાર લૂસીને પોલેન્ડની મૈગડલીના ફ્રેંચ અને બ્રાઝીલની બીત્રોજ માઈયાએ 4-6, 6-4 અને 6-રથી પરાજય આપ્યો હતો.બીજીતરફ મોટા અપસેટમાં બે વારનો વિમ્બલડન ચેમ્પિયન બ્રિટનનો એન્ડી મરે બીજા જ રાઉન્ડમાં હાર સાથે ફેંકાઇ ગયો છે. તેને અમેરિકાના જોન ઇસ્મરે 6-4, 7-6 (4), 6-7 (3), 6-4થી હરાવ્યો હતો. તો ફેવરીટ એમ્મા રાડુકાનુને કેરોલીન ગાર્સિયાએ 6-3, 6-3થી કારમી હાર આપી હતી. 

© 2022 Saurashtra Trust