લોરિયામાં વૃદ્ધાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ભુજ, તા. 30 : તાલુકાના લોરિયા ગામે 65 વર્ષિય વૃદ્ધા મેઘબાઇ બીજલ મહેશ્વરીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે મળેલી વિગતો મુજબ લોરિયામાં મેઘબાઇ મહેશ્વરી (ઉ.વ.65)એ  આજે બપોરે કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે લાકડાંની આડીમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ?લીધો હતો. આથી મેઘબાઇને તેમના પુત્ર ધનજી સારવાર અર્થે જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની એમએલસી નોંધ હોસ્પિટલની પોલીસ ચોકીમાં થઇ છે અને આ અંગેની જાણ માધાપર પોલીસને કરાઇ છે. 

© 2022 Saurashtra Trust