ડુમરાના યુવાને વિવાદાસ્પદ સ્ટેટ્સ રાખતાં ફરિયાદ
ભુજ, તા. 30 : રાજસ્થાનના ઉદયપુરમાં કનૈયાલાલની નિર્મમ હત્યાના પગલે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ વચ્ચે અબડાસા તાલુકાના યુવાને આ કામના હત્યારાને સપોર્ટ કરતું સ્ટેટસ સોશિયલ મીડિયામાં રાખતા તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.આ અંગે કોઠારા પોલીસ મથકે એએસઆઇ રાજેન્દ્રસિંહ પથુભાએ આરોપી ડુમરાના ઇરફાન મામદ સુમરા (ઉ.વ.25) વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપીએ ગત તા. 29/6ના ઉદયપુરમાં થયેલી હત્યાનેલઇને આરોપીની તરફેણ કરતું વિવાદાસ્પદ સ્ટેટસ પોતાના વોટ્સએપમાં રાખ્યું હતું. આમ બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવા સ્ટેટસ રાખતા આરોપી વિરુદ્ધ 153 (6) સહિતની કલમ મુજબ ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.