ટોપણસરમાં માટી નાખવા મુદ્દે કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

માંડવી, તા. 30 : શહેરના ઐતિહાસિક ટોપણસર તળાવમાં સુધરાઇ દ્વારા બ્યૂટીફિકેશનના નામે માટી નાખી થઇ?રહેલા પૂરાણ બાદ નગરજનો અને શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરી કોર્ટમાં દાદ માગવામાં આવતાં નખાયેલી  માટી આઠ દિવસમાં દૂર કરવા ધાક બેસાડતો ચુકાદો આપવામાં આવ્યો છે.શહેરની ઓળખસમા ટોપણસર તળાવમાં બ્યૂટીફિકેશન નામે છેડછાડ કરાતાં શહેરીજનો તેમજ કોંગ્રેસના આગેવાનોએ ધરણા પ્રદર્શન સહિતના કાર્યક્રમો યોજયા હતા. તેમ છતાં કામ નહીં અટકતા ન્યાયાલયમાં દાદ માગવામાં આવી હતી, જેના પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ એ.જી. ઓઝાએ  માટીના પૂરાણની કામગીરી તાત્કાલિક બંધ કરી નખાયેલી માટી દૂર કરવા આદેશ અપાયો હતો. આ ચુકાદાને  કોંગ્રેસના આગેવાનો ખેરાજ ગઢવી, વિજયસિંહ જાડેજા, વિપક્ષી નેતા હાજી આદમ હાજી સિધીક થૈમે આવકાર્યો હતો. 

© 2022 Saurashtra Trust