આદિપુરમાં વીજ જોડાણના એન.ઓ.સી. માટે નાણાં લેવાયાની વાત ખોટી

ગાંધીધામ, તા. 30 : આદિપુરની 80 બજાર સામે કેબિનધારકો પાસેથી નાણાં લઈને વીજમીટર લગાવી આપવાની વાતનું  આદિપુરના શ્રમજીવી ઉત્કર્ષ એસો.એ ખંડન કર્યું હતું.એસો.ના  પ્રમુખ કાનજીભાઈ મહેશ્વરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, સુધરાઈની એન.ઓ.સી. માટે સોંગદનામું,અરજી ટાઈપિંગ, પી.જી.વી.સી.એલ.નું કરાર સોગંદનામું, ટાઈપિંગ, ઝેરોક્ષ વગેરેના ખર્ચ માટે કેબિનધારકન સહમતીથી જ સંસ્થાના હોદ્દેદારો સભ્યોનું સંયુકત રીતે કાર્ય કરાવી આપે છે. જેમાં એન.ઓ.સી.ની ફી પણ સામેલ છે. વીજમીટર માટે નાણાં લેવાયાં હોવાની બાબત પાયા વિહોણી છે.  મચ્છીમાર્કેટ, સરકારી સ્કૂલ, નવયુવક ગ્રુપ, ટી.સી.પી.સી.ની  પૂર્વ-પશ્ચિમ બાજુ (એલ. લાઈન)ની દીવાલોને અડીને આવેલા સંસ્થાના 100 જેટલા કેબિનધારક સભ્ય છે. જે પૈકી  પ્રક્રિયાના અંતે 55 સભ્યને વીજમીટ લગાવી દેવામાં આવ્યું છે બાકી રહી ગયેલા પૈકી અમુક દુકાનો બંધ હાલતમાં હોઈ, અમુક  કેબિનધારકો સંસ્થાના સભ્યપદે કાર્યરત ન હોઈ અથવા તો કેબિનના માલિક હક્ક સાથે સંગઠનને અરજી (પુરાવા સાથે) આપતા ન હોઈ તેવા ધારકોને પાલિકા અને પી.જી.વી.સી.એલ. કચેરી તરફથી મળેલા મૌખિક સૂચન મુજબ સંસ્થાનું પ્રમાણપત્ર આપવામાં આવતું નથી. પાલિકા દ્વારા એન.ઓ.સી. અપાય અને વીજજોડાણ મળે તો સંસ્થાને કોઈ વાંધો નથી. 

© 2022 Saurashtra Trust