ગાંધીધામ સંકુલમાં અનાજના સંગ્રહખોરો સામે પગલાં લ્યો

ગાંધીધામ, તા. 30 : આદિપુરમાં યોજાયેલા પોલીસ લોકદરબારમાં થયેલી રજૂઆત લઈને સ્થાનિક પોલીસે ચોરી કે છળકપટથી મેળવાયેલા  અનાજનો જથ્થો કબ્જે લીધો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (અનુસૂચિત જાતિ વિભાગ)ના કન્વીનર ગોવિંદ દનીચાએપૂર્વ કચ્છ પોલીસવડા સમક્ષ  સરકારી અનાજનું મોટા પાયે કાળાબજાર સહિતના પ્રશ્ને રજૂઆત કરી હતી.ત્યારબાદ આદિપુર પોલીસ હરકતમાં આવી હતી.આ કાર્યવાહી  આવકારીને  તેમણે અનાજ ગોડાઉનમાં સંગ્રહિત જથ્થાની તપાસ કરી  ગરીબોના અનાજના સંગ્રહખોરોને ત્વરિત ઝડપી પાડવા એક યાદીમાં માંગ કરી હતી.  

© 2022 Saurashtra Trust