માધાપરમાં મકાન બુક કરાવનાર સાથે 8.50 લાખની ડેવલોપરની ઠગાઇ

ભુજ, તા. 30 : 11 વર્ષ પૂર્વે માધાપરના જૂનાવાસમાં ડેવલોપરે તેની સાઇટ પર મકાન બુક કરાવ્યા બાદ રૂા. 8.50 લાખ આપવા છતાં મકાન કે પ્લોટ તેમજ નાણાં પણ પરત ન મળતા બે આરોપી વિરુદ્ધ વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે માધાપર પોલીસ મથકે આજે ફરિયાદી ભરતસિંહ ભુરજી સોઢા (રહે. સુખપર તા. ભુજ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ 2011ની સાલમાં તેમણે માધાપર જૂનાવાસમાં મીરા કન્સ્ટ્રકશન એન્ડ ડેવલોપર દ્વારા મકાન તૈયાર થતા હતા જેમાં ફરિયાદીએ મકાન બુક કરાવી ગત તા. 4/8/11થી તા. 23/9/11 સુધી રૂા. 8.50 લાખ આપ્યા હોવા છતાં આજ દિન સુધી મકાન કે પ્લોટ ન આપી તેમજ નાણાં પણ પરત ન આપતાં આરોપી માધાપરના સતીષ કંસાર અને દિલીપ સોનીએ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. માધાપર પોલીસે 406 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust