દરેક સમાજમાં ફેમિલી ડોક્ટરની પરંપરા ઝડપભેર આગળ વધી રહી છે
ભુજ, તા. 30 : ડોક્ટર દિવસની આ વર્ષેની થીમ ફ્રન્ટલાઇન ઉપર ફેમિલી ડોક્ટર્સ છે. દરેક સમાજમાં ફેમિલી ડોક્ટરનું ચલણ વધી રહ્યું છે. દુનિયાના પ્રથમ ડોક્ટર ઇ.સ. પૂર્વે 460માં ગ્રીકમાં જન્મેલા હિપોક્રેટસને માનવામાં આવે છે. ભારતમાં ડોક્ટર્સ ડેની શરૂઆત 1991માં તા. 1 જુલાઇના થઇ હતી.રાષ્ટ્રીય ડોક્ટર્સ દિવસ નિમિત્તે અદાણી મેડિકલ કોલેજના પ્રોફેસરો અને જી.કે. જનરલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે, દર્દીઓ ભગવાન પછી ડોકટર સામે આશાભરી દ્રષ્ટિએ જુએ છે, ત્યારે દર્દીની ફરજ છે કે ડોકટર સામે પોતાનું કોઇ દર્દ કે વાત છુપાવી જોઇએ નહીં. ભારતમાં ડોક્ટર્સ ડે 1991થી પશ્ચિમ બંગાળના દ્વિતીય મુખ્ય મંત્રી અને ભારતના ડો. બી.સી. રોયના જન્મદિવસ નિમિત્તે ઈન્ડિયન મેડિકલ એસો. દ્વારા મનાવવામાં આવે છે.આ વર્ષે 31મો રાષ્ટ્રીય ડોકટર દિવસ છે, ત્યારે આ નિમિતે વિભિન્ન બીમારીઓ અને છેલ્લાં ત્રણ વર્ષમાં કોરોના મહામારી જેવા જાન લેવા સંક્રમણ સામે તબીબોએ પોતાના જાનના જોખમે કોરોનાગ્રસ્તોને બચાવ્યા છે. તેમનું ઋણ અદા કરવાનો આ અવસર છે. પ્રાચીનકાળમાં ડોક્ટર્સનો વ્યવસાય એક દુર્લભ વ્યવસાય હતો, ત્યારે તેઓ મેડિસિન મેન તરીકે જાણીતા હતા. આજે પણ નવોદિત તબીબો માનવ જીવનની રક્ષા માટે હિપોક્રેટસના શપથ લે છે.