ભુજમાં `અગ્નિવીર''નાં ફોર્મ ભરવાની નિ:શુલ્ક સુવિધા

ભુજ, તા. 30 : ભારત વિકાસ પરિષદની ભુજ શાખા દ્વારા કેન્દ્ર સરકારની અગ્નિવીર ભરતી યોજનામાં ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક યુવાનો માટે નિ:શુલ્ક ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.તા. 2/7/22, શનિવાર તથા તા. 3/7/22, રવિવારના બે દિવસ સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી કચ્છ કલ્યાણ સંઘ, સંતોષી માના મંદિરની બાજુમાં, સેવા સાધના કાર્યાલય, ભુજ ખાતે આ સુવિધા મળશે.આ માટે ફોર્મ ભરવા ઇચ્છુકોએ ધો. 10નું સર્ટિ., ધો. 12નું સર્ટિ., પાસપોર્ટ સાઝઇ ફોટો સાથે લાવવાના રહેશે. જન્મ તા. 29-12-1999થી 29-6-2005 સુધીના વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. કેમ્પનો વધુમાં વધુ ઉમેદવારો લાભ લે એવી સંસ્થાના પ્રમુખ સુરેશ છાંગા દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે કેમ્પના ઇન્ચાર્જ પ્રેયશ ધોળકિયા-93270 13099 અને ચિંતન જેઠવા-99783 87450નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. 

© 2022 Saurashtra Trust