બોલો, આ વર્ષે દિવાળીના શુભ દિવસે સૂર્યગ્રહણ હોવાના સંકેત

દયાપર, તા. 30 : ઘણી વખત જ્યોતિષમાં એવી ઘટનાઓ બની જાય છે જે ક્યારેક આવતી હોય છે. આ વર્ષે પણ જ્યોતિષમાં મોટી ઘટના એ છે કે, દિવાળીના દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ આવે છે. કચ્છ જિલ્લા કર્મકાંડ વિદ્ બ્રાહ્મણ મંડળ અને કચ્છ જિલ્લા  સારસ્વત વિદ્વત સમિતિના જિલ્લા સલાહકાર પંડિત વિશ્વનાથભાઇ જોશીએ જણાવ્યું હતું કે આ વર્ષે દિવાળીના શુભ દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ છે જે ભારતમાં દેખાશે. તા. 25/10 આસોવદ અમાસના ગ્રહણ સ્પર્શ સમય બપોરે 14.28 મીનીટે મધ્ય 16.29મી અને ગ્રહણ મોક્ષ 18.32 કલાકે છે. તુલા રાશિમાં સ્વાતિ નક્ષત્રમાં થનારું આ સૂર્યગ્રહણ ભારત તથા યુરોપ, ઉત્તર અને પૂર્વ આફ્રિકા તેમજ પશ્ચિમ એશિયામાં દેખાશે જો કે અમાસ તા. 24/10ના સાંજે 5.28 મિનીટે થતી હોવાથી તા. 24/10ના જ દિવાળી, લક્ષ્મીપૂજન ઉજવી શકાશે.જ્યાં નૂતનવર્ષ 26/10ના (બપોર સુધી બપોર તા. 2.43થી બીજનો પ્રારંભ થ જાય છે) આ બાબતે દિવાળી પહેલાં એકાદ મહિનો અગાઉ વ્રત ઉત્સવ નિર્ણય સમિતિ બેઠક કરી ચર્ચા કરી તે અંગેની જાહેરાત કરશે. બીજી બાજુ તા. 2 અને 3 જુલાઇના 6 જેટલા ગ્રહો પોતાની જ સ્વરાશિમાં (પોતાના ઘર)માં રહેતાં સ્વગ્રહી બનશે મંગળ તા. 26/6 મેષ રાશિમાં છે. ગુરૂ તા. 13/4 મીન રાશિમાં છે. શુક્ર તા. 18/6થી વૃષભ રાશિમાં છે. બુધ તા. 2/7ના મિથુનમાં અને ચન્દ્ર તા. 1/7થી કર્કમાં આવતાં આ ગ્રહો સ્વગ્રહી બને છે શનિ પણ 19/4થી કુંભમાં છે જ, કહેવાય છે કે ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણની કુંડળીમાં પાંચ ગ્રહ સાથે હતા. આ યોગને માલવ્ય યોગ કહેવાય છે. આ સમયે છ ગ્રહ સ્વગ્રહી થાય છે. જે સારૂં ફળ આપશે તા. 1/7 અને 2/7 ચન્દ્ર જળચર રાશિમાં હોતાં વરસાદની પણ શક્યતા રહે છે. તા. 1/7થી 4/7 વરસાદ માટે સારા યોગ થાય છે.  

© 2022 Saurashtra Trust