થાનગઢથી ભીમાસર સુધી પીછો કરીને કતલખાને લઈ જવાતા ચાર અબોલ જીવને બચાવાયા

રાપર, તા. 30 : તાલુકાના ભીમાસર પાસે ગૌ રક્ષકોએ પીછો કરીને બોલેરો જીપકારમાં કતલખાને લઈ જવાતા ચાર અબોલજીવોને બચાવાયા હતા.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ ગત મોડી રાત્રીના અરસામાં આ કાર્યવાહી કરાઈ હતી. ફરીયાદી રવિભાઈ વાલાભાઈ રાજપૂત (રાપર તાલુકા બજરંગ દળ પ્રમુખ) અને તેમના સભ્યોને બાતમી મળતા થાનપર નર્મદા કેનાલ પાસે વોચ ગોઠવી હતી. જો કે   જી.જે.1.ડી.વાય. 9567 નંબરની જીપકારના આરોપી ચાલકે ફરીયાદીની ગાડીને ટક્કર મારી નીકળી ગયો હતો. બાદમાં આડેસરથી લાખાગઢ મોડામાં તપાસ કરાઈ હતી. ભીમાસર પાસે મેલડી માતાના મંદિર પાસે ચાલક બોલેરો મુકી નાસી ગયો હતો. જીપમાં ઘાસચારાની વ્યવસ્થા કર્યા વિના ત્રણ ભેંસ અને એક વાછરડાને બાંધીને  રાખ્યા હતા અને કતલખાને લઈ જતો હતો. આડેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust