કુંભારડી પાસે રોંગ સાઈડમાં ચાલતો છકડો ટ્રક સાથે અથડાતાં મહિલાનું મોત

રાપર, તા. 30 : ભચાઉ તાલુકાના કુંભારડી પાસે રોંગ સાઈડમાં ચાલતી છકડો રીક્ષા  ટ્રક સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં  નવલબેન લખમણભાઈ  રાવરીયાનું મોત નીપજયું હતું. જયારે અન્ય પ્રવાસીઓને ઈજા પહોંચી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ભચાઉ -ભુજ હાઈવે ઉપર ગત તા.29ના સવારે 9 વાગ્યાના અરસામાં ભાવેશ્વર પેટ્રોલપંપથી પાંચસો મીટર દુર કુંભારડી ગામ પાસે બન્યો હતો. ફરીયાદી નંગાસિંહ રૂપસિંહ રાવત રાજસ્થાનથી ભુજ આઈક્રીમ ખાલી કરવા જતો હતો. આ દરમ્યાન જી.જે.14.1168 નંબરની છોટાહાથી રિક્ષાના ચાલકે રોંગ સાઈડમાં  છકડો ચલાવતો હતો. ટ્રકો ચાલકે રીક્ષાને જોતા  ટ્રક ધીમી કરી હતી પરુંત છકડાના આરોપી ચાલકે ટ્રક સાથે અથડાવી હતી. છોટા હાથીમાં બેઠેલા 7 પ્રવાસીઓને હળવાથી ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. જયારે કબરાઉના હતભાગી સવાર મહિલાનું  મોત નીપજયું હતું. બન્ને વાહનોમાં નુકસાન થયું હતું.રાજસ્થાનનો રહેવાસી ફરીયાદી ચાલક ડરના કારણે થોડો  સમય સુધી જંગલમાં ચાલ્યો ગયો હતો. પોલીસે આરોપી છકડા ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust