ગુમ થયેલું બાળક પોલીસને મળ્યું અને પરિવારને સોંપાયું

ગાંધીધામ, તા. 30 : શહેરમાં મળેલાં એક બાળકને શોધી આ ગુમ થનારા બાળકને તેના માતા-પિતાને પોલીસે સોંપી દીધું હતું.શહેરની બી-ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન કિડાણા સોસાયટી વિસ્તારમાં  6થી 7 વર્ષના બાળક રસ્તા ઉપર મળી આવ્યું હતું. રડતાં આ બાળકને  શાંત કરી તેને પોલીસ મથકે લઇ જવાયું હતું. આ બાળકને સાંત્વના આપી તેના પિતાનું તથા તેનું નામ તેના સરનામા અંગે પૂછવામાં  આવ્યું હતું. આ બાળકે પોતાનું નામ રાજકુમાર શ્રીપાળ જૈન હોવાનું જણાવતાં પોલીસે તેના વાલી વારસની શોધખોળ કરી હતી. અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની ગોલ્ડન સિટી સોસાયટીમાં રહેતા તેના પરિવારજનોને શોધી કાઢી તેમને તેમનું આ બાળક પરત સોંપી દેવામાં આવ્યું હતું. બાળકના માતા-પિતાએ પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. 

© 2022 Saurashtra Trust