ભરણપોષણ વિશેના કેસમાં માધાપરવાસીને 300 દિવસની સાદી કેદ

ભુજ, તા. 30 : ભરણપોષણ પુરૂં પાડવા સંલગ્ન કેસમાં નખત્રાણાની અદાલત દ્વારા હાલે તાલુકાના માધાપર ગામે જુનાવાસ વિસ્તારમાં રહેતા વિક્રમાસિંહ ગાભુભા ઝાલાને 300 દિવસની સાદી કેદની સજા ફટકારી હતી. આ પ્રકરણમાં આરોપી સામે તેની પત્ની ઉષાબા અને પુત્ર રાજદિપાસિંહ માટે ભરણપોષણ સબંધે કેસ દાખલ કરાયો હતો. જે કેસમાં નખત્રાણાના જયુ. ફ.ક. મેજીસ્ટ્રેટની કોર્ટએ સજા કરતો આ ચુકાદો આપ્યો હતો. આ કેસમાં અરજદારના વકીલ તરીકે વસંતદાન આર. ગઢવી સાથે જયદિપ વી. ગઢવી રહયા હતા.  

© 2022 Saurashtra Trust