માંડવીમાં શીતળા માતાજી મંદિર વિકાસ અર્થે નવ લાખનું દાન

માંડવી, તા. 23 : અહીંના શીતળા માતાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર તથા બાઉન્ડ્રી માટે રૂા. નવ લાખ જેટલી માતબર રકમ દાતા શેઠ પંકજભાઈ કનકસિંહ ખીમજી પરિવાર દ્વારા જાહેર કરાઈ હતી. મંદિર સંકુલના વિકાસ અર્થે પ્રથમ ચરણમાં નવો મુખ્ય પ્રવેશદ્વાર તથા આગળની બાઉન્ડ્રીના કાર્ય માટે સંસ્થાના ટ્રસ્ટી પ્રવીણભાઈ સાયલ દ્વારા દાતા પંકજભાઈને રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા લેખિત અરજી નકસા સાથેની વિગતો રજૂઆત કરાઈ જેના પ્રતિસાદરૂપે ઉપરોક્ત રકમની જાહેરાત કરાઈ હતી. જે માટે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ સાયલ તથા ટ્રસ્ટીઓ અમિતભાઈ માયરા, ભરતભાઈ સાયલ, નરેશભાઈ સાયલ, મહેશભાઈ સાયલ તથા પ્રવીણભાઈ સાયલ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો. ભૂમિપૂજન પ્રસંગે દાતા પરિવારના પ્રતિનિધિરૂપે ભરતભાઈ વેદ સાથે વસંતબેન સાયલ, હિમાંશુભાઈ, અનિલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. માંડવી સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના પ્રમુખ ધર્મેશભાઈ ચઠમંધરા, મહામંત્રી સંજયભાઈ ટેવાણી, શૈલેષભાઈ ખટરિયા, કુમારભાઈ બોડા, હેમંતભાઈ ચઠમંધરા, ઉમેશભાઈ ખટારિયા, પૂર્વ પ્રમુખો વિનોદભાઈ કનૈયા, અમિતભાઈ માયરા, સારસ્વત એજ્યુકેશનલ સોસાયટીના ઉપપ્રમુખ સુભાષભાઈ બલભદ્ર, પૂજારી ગં.સ્વ. આશાબેન કેશવાણી તથા સર્વે નામાઈ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. ભૂમિપૂજન શાત્રોક્ત વિધિથી શાત્રી મુકેશભાઈ રત્નેશ્વર દ્વારા કરાઈ હતી.