પ્રજ્ઞાચક્ષુ બાળકોને બ્રેઇલ સ્પર્ધામાં થતી ભૂલો નિવારવા સમજાવાયા

ભુજ, તા. 23 : તાજેતરમાં નેશનલ એસોસિયેશન ફોર ધ બ્લાઇન્ડ કચ્છ ડીસ્ટ્રીકટ બ્રાંચ ભુજ દ્વારા અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે સ્કીલ ડેવલોપમેન્ટ, બ્રેઇલ લેખન વાંચન પધ્ધતિ અને કોમ્પ્યુટર બેઝિક તાલીમ આપવામાં આવી હતી. સંસ્થાના ઉપપ્રમુખ ભાનુબેન વિ. પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ખજાનચી પ્રકાશભાઇ ગાંધી અને સહમંત્રી શંકરભાઇ એલ. દામાની ઉપસ્થિતિમાં બ્રેઇલ લેખન વાંચનના તજજ્ઞ મેનાબા જાડેજા દ્વારા ઉપસ્થિત અભ્યાસ કરતા પ્રજ્ઞાચક્ષુ બાળકોને બ્રેઇલ સ્પર્ધાઓમાં થતી ભુલો વિશે જ્યારે સ્કીલ ડેવલોપમેન્ટ અને મોબીલીટી વિશે સરકારી અંધશાળા ભુજના નિવૃત્ત શિક્ષક શ્રી `રંગપરા'એ પોતાના અનુભવોના આધારે બાળકોને સમજ આપી હતી. આ ઉપરાંત કોમ્પ્યુટર બેઝિક તાલીમના તજજ્ઞ દેવાંગભાઇ ડી. ગઢવીએ બાળકોને બેઝિક તાલીમ આપીને ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું હતું. તાલીમમાં સંસ્થાના કારોબારી સભ્ય દીલીપભાઇ દેવાલીયાએ પોતાના નાનપણના અનુભવોના આધારે બાળકોને મોબીલીટી વિશેની જાણકારી આપી હતી. સંસ્થાના મંત્રી મનોજભાઇ જોશીએ પોતાના વકતવ્યમાં આપણી પર્સનાલીટી અને વ્યવહારિક હાલચાલની છણાવટ કરી હતી. સંસ્થાના વિશિષ્ટ શિક્ષક હેતલબેન ભટ્ટ દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકોને કુટેવો અને સારી ટેવો વિશે સમજ આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કલાર્ક ધ્રુવ આહીરે જહેમત ઉઠાવી હતી.