24 કલાકમાં ત્રણ ગણા દર્દીનાં મોત

નવી દિલ્હી, તા. 23 : લગાતાર વધતું સંક્રમણ ભારતની ચિંતા વધારી રહ્યંy છે. દેશમાં ગુરુવારે ગઈકાલ બુધવાર કરતાં 23.4 ટકા વધુ 13,313 નવા દર્દી સામે આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ત્રણગણા 38 દર્દીનાં મોત થયાં છે. જેમાંથી એકલા કેરળમાં 20, ઉત્તરપ્રદેશમાં ચાર દર્દીએ જીવ ખોયા છે. સારવાર લેતા દર્દીઓની સંખ્યા 83 હજારને આંબી ગઈ છે.દેશમાં સંક્રમિતોની કુલ્લ સંખ્યા 4,33,44,958 થઈ ગઈ છે. તો કુલ્લ 5,24,941 દર્દી જીવ ખોઈ ચૂક્યા છે.દેશના વિવિધ ભાગોમાં 24 કલાકમાં વધુ 10,972 દર્દી ઘાતક વાયરસ સામે જંગી જીતી થતાં કુલ્લ 4,27,36,027 દર્દી સાજા થઈ ચૂક્યા છે.આજે 2303 કેસના ઉછાળા બાદ સારવાર લેતા દર્દી વધીને 83,990 થઈ ગયા છે. સક્રિય કેસોનું પ્રમાણ 0.19 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી 196.62 કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂક્યા છે.દરમ્યાન, દુનિયામાં કુલ્લ દર્દીની સંખ્યા 54.13 કરોડથી વધુ થઈ ગઈ છે. તો કુલ્લ 63.24 લાખથી વધુ મોત થઈ ચૂક્યા છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer