પૂર્વકચ્છમાં ત્રણ જણનાં અકાળે મૃત્યુ

ગાંધીધામ, તા. 23 : શહેરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને ભગવાન દિપસિંગ (ઉ.વ.24)એ  જીંદગીનો અંત આણ્યો હતો. આદિપુરમાં વીજ કરંટના કારણે  પિન્ટુભાઈ ભગવતસિંહ ઠાકોર (ઉ.વ.36)ને મોત આંબી ગયું હતું. આ ઉપરાંત અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર અજાણ્યા વાહનની ટકકરે અજાણ્યા યુવાનનું મોત થયું હોવાની ઘટના  પોલીસ ચોપડે નોંધાઈ હતી. ગાંધીધામના સેકટર-5  ગણેશનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા   યુવાને  અગમ્ય કારણોસર  પતરાના રૂમમાં લાકડાની આડીમાં સાડી વડે ગત તા.22/6 ના રાત્રિના 8 વાગ્યા પહેલા કોઈ પણ સમયે  ગળે ટુંપો ખાધો હતો. તેમને  સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ ખાતે લવાતા ડો. દર્શન ઠાકરાણીએ તેમને મૃત જાહેર કર્યા હતા.આત્મહત્યાના આ બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધીને  મોતનુ  સાચું કારણ શોધવા  માટે  વધુ છાનબીન હાથ ધરી છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ. આર.કે.દેસાઈ ચલાવી રહયા છે.આદિપુરના 1-એ વિસ્તારમાં  મકાન નં.21માં  ગત તા.22/6ના રાત્રિના 8.40ના વાગ્યાના અરસામાં બનેલી  ઘટના અંગે પોલીસના સતાવાર સાધનોએ વિગતો  આપતા જણાવ્યુ હતુ કે   પિન્ટુભાઈ પોતાના ઘરમાં મોટરની સ્વીચ બંધ કરવા  જતા તેમણે અચાનક વીજ આંચકો લાગ્યો હતો. ઈજાગ્ર્રસ્ત હતભાગીને સારવાર  અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લવાયા હતા, પરંતુ તેમને સારવાર કારગત નીવડે તે પહેલા તેમને આંખો મીંચી લીધી  હતી. અંજાર-મુન્દ્રા ધોરીમાર્ગ ઉપર મહાદેવ મંદિરની બાજુમાં  પાણીના ટાંકા પાસે અજાણ્યા  વાહનને અડફેટે લેતા અજાણ્યા  પુરુષનું મૃત્યુ થયું હતું.  આ અકસ્માતમાં   વાહનનું ટાયર ફરી વળતા યુવાનના પેટ, છાતી,  અને ડાબા પગના ભાગ છુંદાઈ ગયા હતા.   મૃતકે  બ્લુ રંગનો સિકસ પેક અન્ડર કન્ટસ્ટ્રકટ  લખાણ લખેલો  ટી -શર્ટ પહેયો હતો.આ બનાવ  ગઈકાલે રાત્રિના 3 વાગ્યાથી 5 વાગ્યાના અરસામાં બન્યો હતો. પશુપાલક અકબરભાઈ લધાભાઈ બુઢાની ફરિયાદના આધારે પોલીસે વિધિવત રીતે ગુન્હો નોંધી મૃતકના વારસદારોની શોધખોળ આરંભી છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer