જંગીની પરિણીતાને મરવા માટે મજબૂર કરનારા સાસુ અને જેઠાણીના આગોતરા નામંજૂર

રાપર, તા. 23 : ભચાઉ તાલુકાના જંગીની પરિણીતાને મરવા માટે મજબૂર કરવાના કેસમાં સાસુ અને જેઠાણીની આગોતરા જામીન અરજી ભચાઉની કોર્ટે ફગાવી દીધી છે. આ કેસની પૂર્વ વિગતો મુજબ ગત તા. 18-5ના રમીલા બેન હરજી કોલીએ બાથરૂમમાં સાડી વળે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી. આ મામલે ભોગ બનનારના પિતાએ સાસરિયાઓ સામે  ફોજદારી નોંધાવી હતી. આરોપી જેઠાણી નિતાબેન પ્રભુ કોલી અને સાસુ  શાંતિબેન મોમાયા કોલીએ આગોતરા જામીન અરજી કરી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળી અધિક સેશન્સ જજ પી.ટી.પટેલે બન્ને આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. સરકાર તરફે સરકારી વકીલ ડી.એસ.જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer