ભરણપોષણ ચૂકવવામાં વિફળ ગાંધીધામના શખ્સને 360 દિનની કેદની સજા

ભુજ, તા. 23 : અદાલત દ્વારા આદેશ છતાં પત્નીને ભરણપોષણ ન ચૂકવનારા ગાંધીધામના રૂપેશ નિંબાવતને 360 દિવસની કેદની સજા કરતો ચુકાદો કોર્ટએ આપ્યો હતો.આ કિસ્સામાં આરોપીના પત્ની નિતુબેન દ્વારા ભરણપોષણ મેળવવા માટે પતિ સામે કેસ કરાયો હતો. જે સંબંધી કોર્ટ દ્વારા  આરોપી ભરણપોષણ ચૂકવે તેવો આદેશ કરાયો હતો, પણ આરોપી દ્વારા આ આદેશનું પાલન ન કરાતા આ પ્રકરણના જુદા-જુદા ત્રણ કેસમાં આરોપી રૂપેશ નિંબાવતને તકસીરવાર ઠેરવી ગાંધીધામના બીજા અધિક ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દ્વારા તેને 360 દિવસની સજા કરતો હુકમ કરાયો હતો. આ કેસમાં અરજદાર નિતુબેનના વકીલ તરીકે એમ.આર.શર્મા સાથે શ્વેતલ ડી. ભટ્ટ રહ્યા હતા.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer