ભુજ અને તાલુકામાં કોરોનાના ચાર કેસ : અંજાર-ગાંધીધામમાં એક-એક સ્વસ્થ થયા

ભુજ, તા. 22 : ભારતમાં કોરોનાના કેસોમાં હાલના વધારા માટે તજજ્ઞોના મતે ઓમિક્રોન અને તેના વેરીઅંટના મુખ્યત્વે વાયરસ મળી આવ્યા છે ત્યારે કચ્છમાં પણ દેશ બહારથી આવતા લોકોના પોઝિટિવ કેસ નીકળતાં ચિંતા ફેલાઇ રહી છે.બુધવારે ભુજમાં ત્રણ અને એક તાલુકાના કેસ મળી ચાર પોઝિટિવ રિપોર્ટ જાહેર કરાયા છે, તો અંજાર અને ગાંધીધામના એક-એક દર્દી સ્વસ્થ થયાનું દેશના 10 રાજ્યમાં એક હજારથી વધુ સક્રિય કેસો છે તેમાં ગુજરાતનો સમાવેશ થાય છે. તેના પ્રમાણમાં કચ્છમાં કેસોની સંખ્યા ઓછી છે પણ બે સપ્તાહથી કેસો નીકળવાનો સિલસિલો જારી રહ્યો છે તે ગંભીર બાબત હોવાનું વર્તુળો માની રહ્યા છે. ભુજના આર્મી વિસ્તાર, સરદારનગર અને અન્ય એક સોસાયટીમાં નીકળેલા કેસો બાબતે જાણકારોના મતે સંક્રમણ વિસ્તરવાની સંભાવના નકારી ન શકાય. 

© 2022 Saurashtra Trust