કોહલીને પણ થયો કોરોના ?

બર્મિંઘમ, તા. 22 : ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. સ્પીનર આર.અશ્વિન બાદ વિરાટ કોહલી પણ કોરોનાની ઝપટે ચઢયાના અહેવાલો વચ્ચે બીસીસીઆઈએ પ્રતિક્રિયા આપી કે વિરાટ કોહલી ફિટ છે. આ પહેલા ઈંગ્લેન્ડમાં માસ્ક વિના ફરતાં કોહલીની પ્રશંસક સાથે તસવીર વાયરલ થઈ હતી જેથી સ્ટાર ખેલાડીઓ કોરોના પ્રોટોકોલનો ભંગ કરી રહ્યાનો આરોપ લાગ્યો હતો. આ પહેલા બિનસત્તાવાર અહેવાલો વહેતા થયા હતા કે વિરાટ કોહલી પત્ની અને પુત્રી સાથે માલદીવ્સ ફરવા ગયો હતો ત્યાંથી પરત ફર્યા બાદ તેને કોરોના સંક્રમણ લાગૂ પડયું હતું જો કે ટીમ જ્યારે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ત્યારે તે ફીટ થઈ ગયો હતો અને ટીમ સાથે ઈંગ્લેન્ડ પહોંચ્યો હતો. કોહલીને કોરોના વિશે બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ ધૂમલે કહ્યંy કે તેમની જાણમાં નથી. તે સંપૂર્ણ રીતે ફીટ છે અને બરાબર છે.  

© 2022 Saurashtra Trust