હળવદના મીઠાંના કારખાનેદાર સામે કડક કાર્યવાહીની માગણી

ગાગોદર (તા. રાપર), તા. 24 : મોરબી જિલ્લાના હળવદની જીઆઈડીસીમાં સાગર ફુડ કેમ નામની સાગર સોલ્ટમાં 150માં મજૂરી કરતા વાગડના 12 શ્રમિકોનો દીવાલ ધસવાથી ભોગ લેવાયો તે માટે કારખાનાના માલિક અને સંચાલકોની બેદરકારી હોવાથી કડક કાર્યવાહી કરવા મોરબીના જિલ્લા કલેક્ટરને વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ-ગાગોદરે ફરિયાદ કરી હતી. ટ્રસ્ટના પ્રમુખ ધારાભાઈ ભરવાડે રજૂઆત કરી હતી કે 13 વર્ષથી ચાલતા મીઠાના કારખાના કે પાયા વગરની નબળી 20 ફૂટ ઊંચી દીવાલ બનાવી પૈસા બચાવ્યા હતા. તે વાવાઝોડામાં પડી જતાં મીઠાની કોથળી ભરવા મજબૂર વાગડના 12 શ્રમિકે મૃત્યુ પામ્યા. આ ઘટના માટે જવાબદાર લોકો વિરુદ્ધ ભારે કલમો લગાડવા માગ કરી હતી.ઉપરાંત સાગર સોલ્ટવાળા હળવદના અભ્યારણમાંથી મીઠું ખરીદવા તેમની માલિકીના ઘણા કારખાના છે.અભ્યારણમાં મોટાપાયે ગેરકાયદે મીઠું પકવાય છે. બાળમજૂરી પણ કરાવે છે. આવા જવાબદારો સામે કેસ કરવા વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાને શ્રી ભરવાડે રજૂઆત કરી હતી. 

© 2022 Saurashtra Trust