જયંતી ભાનુશાળી હત્યાકેસની આરોપી મનીષાના 15 દિવસના પેરોલ મંજૂર

રાપર, તા. 24 : પ્રદેશ ભાજપના નેતા અને અબડાસાના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાકેસની મહિલા આરોપીના વડી અદાલતે પેરોલ મંજુર કર્યા હતા. સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પુત્રની બીમારીને ધ્યાનમાં રાખીને  ભુજ પાલારા જેલમાં રહેલી મનીષા ગોસ્વામીએ હાઈકોર્ટમાં પેરોલની અરજી કરી હતી. આ અંગેની સુનાવણી થતા હાઈકોર્ટે 15 દિવસના પેરોલ મંજુર કર્યા  હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી મનીષા પુર્વ કચ્છમાં ગળપાદર જિલ્લા જેલમાં કેદ હતી. પરંતુ જેલ પ્રશાસનની ફરીયાદ બાદ તેની ભુજ પાલારા જેલમાં તબદીલ કરવામાં આવી હતી. તાજેતરમાં વિદેશી મહીલાએ જેલ અધિક્ષક ઉપર બળાત્કારની કરેલી ફરિયાદના કેસમાં પણ મનીષાનું નામ દોરીસંચાર બાબતે બહાર આવ્યું હતું.  

© 2022 Saurashtra Trust