આદિપુરના મકાન લોન લેનારા ગ્રાહકના પરિવાર તરફે બેન્ક વિરુદ્ધ સ્ટે

ભુજ, તા. 24 : મકાન બનાવવા માટે લોન લેનારા આદિપુરના સ્વ. બાબુભાઇ દેવશીભાઇ ચૌહાણના પરિવાર સામે લોન પ્રોટેકશન વીમા પોલીસીને લઇને લોન વસુલવા સહિતની કોઇ જ કાર્યવાહી કરવી નહીં  તેવો આદેશ કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે કર્યો હતો. આ કેસની વિગતો મુજબ બાબુભાઇએ મકાન માટે એચ.ડી.એફ.સી. બેન્ક ગાંધીધામ પાસેથી રૂા. 25 લાખની લોન લીધી હતી. બેન્ક દ્વારા આ લોનની સલામતી માટે એલીયાન્સ ઇન્સ્યુરન્સ પાસેથી વીમા પોલીસી લીધી હતી. દરમ્યાન કોરોનાકાળમાં બાબુભાઇનું અવસાન થતાં પોલીસી મુજબ લોન ભરપાઇ કરી આપવાની તેમના પત્ની ભગવતીબેને અરજી કરી હતી. જે અન્વયે અમલ કરવાના બદલે બેન્ક દ્વારા વસુલી માટે દબાણ કરાતા મામલો ફોરમમાં લઇ જવાયો હતો. ફોરમ દ્વારા દાવાના આખરી નિકાલ સુધી બેન્ક સામે મનાઇહુકમ આપ્યો હતો. - શ્રમિક વીમો ચૂકવવા હુકમ  : શ્રમિક સુરક્ષા જુથ વીમા યોજના હેઠળ મળવાપાત્ર રૂા. એક લાખની રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવા માટે કચ્છ ફોરમ દ્વારા માંડવીના જુશા ઇભલા કોળીના કિસ્સામાં હુકમ કરાયો હતો. વીમા કંપની દ્વારા આ વળતરનો દાવો નામંજુર કરાતા આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો અને શ્રમિકના પરિવાર તરફે આ ચુકાદો અપાયો હતો. - બેન્ક ગ્રાહક તરફે ચુકાદો  : એ.ટી.એમ.માંથી રૂા. 10 હજાર કઢાવવા દરમ્યાન રૂપિયા ન મળવા છતાં ખાતામાંથી કપાઇ જવાના સંજીવભાઇ નામના એ.ટી.એમ. ધારકના કેસમાં તેમને રકમ વ્યાજ અને ખર્ચ સાથે ચૂકવવાનો ફોરમે આદેશ કર્યો હતો.આ ત્રણેય કેસમાં ગ્રાહકના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, સાજીદ આઇ. તુરીયા, ચુનિલાલ એલ. લોન્ચા, વૈશાલી ડી. ચાવડા અને પ્રિયા એ. પરમાર રહયા હતા. - ફ્yલાય જમીન કેસ ચુકાદો  : ભુજ તાલુકાના ફ્yલાય ગામની સર્વે નંબર 150 ખાતે આવેલી જમીન વિશેના વિવાદમાં ગિરો છોડવા બાબતના દાવામાં સામા ગાગલ તરફી ચુકાદો આપતા કલેકટરની કોર્ટએ નાયબ કલેકટરનો હુકમ ગ્રાહય રાખ્યો હતો. આ કેસમાં સામા ગાગલના વકીલ તરીકે સંજય કે. ગઢવી અને નવિન સી. પંડયા રહયા હતા.  

© 2022 Saurashtra Trust