પૂર્વ કચ્છમાં 15 પીએસઆઇની આંતરિક બદલીના આદેશ થયા

ગાંધીધામ, તા. 24 : પૂર્વ કચ્છ પોલીસ બેડામાં થોડા સમય પહેલાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરાઇ હતી તેવામાં આજે 15 પોલીસ સબ-ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીના હુકમ કરવામાં આવ્યા હતા.પોલીસવડા મહેન્દ્ર બગડિયા દ્વારા કરાયેલા આ હુકમમાં અંજારના પી.એસ.આઇ. જી. બી. માજિરાણાની રાપર, ભચાઉના પી. કે. ગઢવીની રીડર શાખા પોલીસવડાની કચેરી, ખડીરના એમ. બી. ઝાલાની ગાંધીધામ એ-ડિવિઝનમાં, અંજારના એમ. કે. વાઘેલાની કંડલા એરપોર્ટ, રીડર શાખાના વાય. કે. ગોહિલની સિટી ટ્રાફિક શાખામાં, એલ.સી.બી.ના કે. એન. સોલંકીની પેરોલ ફર્લો સ્કવોડમાં, અંજારના ડી. આર. જાટિયાની મહિલા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી હતી.તેમજ જિલ્લા ટ્રાફિક શાખાના એ. બી. પટેલની અંજાર, લીવરિઝર્વમાં રહેલા ડી. એલ. ખાચરની બાલાસર, અંજારના કે. એન. જેઠવાની ભચાઉ, લીવરિઝર્વના કે. ડી. રાવલની અંજાર, રાપરના બી. એલ. પરમારની જિલ્લા ટ્રાફિક શાખા, ગાંધીધામ એ-ડિવિઝનના ડી. જી. પટેલની કંડલા મરિન, કંડલા મરિનના જે. એન. ચાવડાની ખડીર તથા બાલાસરના ડી. આર. ગઢવીની એલ.સી.બી.માં બદલી કરવામાં આવી હતી તેમજ એસ.ઓ.જી.ના ફોજદાર જી. કે. વહુનિયાને સિટી ટ્રાફિકના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 

© 2022 Saurashtra Trust