આદિપુર સિનેમાગૃહમાં ચાર જણે માલિકને માર મારી કરી તોડફોડ

ગાંધીધામ, તા. 24 : આદિપુરના એક સિનેમામાં ટિકિટ મુદ્દે ચાર શખ્સોએ માથાકૂટ કરી સિનેમાના માલિક તથા સ્ટાફને માર મારી ત્યાં નુકસાન કર્યું હતું. આદિપુરમાં રહેતા તથા વિનય સિનેમા ચલાવતા સંજય અર્જુનદાસ જગેશિયાએ શિવલખાના કુલદીપ તથા અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ આરોપીઓ ગઇકાલે રાત્રે સિનેમામાં કોઇ ફિલ્મ જોવા આવ્યા હતા. ત્યાં ટિકિટ મુદ્દે સિનેમાના સ્ટાફ સાથે બોલાચાલી થઇ હતી. બાદમાં આ શખ્સોએ ફરિયાદી ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો અને સિનેમામાં પોસ્ટર, સીડીના એન્ગલમાં તોડફોડ કરી નુકસાન કરી નાસી ગયા હતા. મારામારીના આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2022 Saurashtra Trust