માધાપરમાં અખિલ કચ્છ શૂટિંગ બોલ સ્પર્ધા યોજાઇ

માધાપર, તા. 18 : પટેલ આઇ કેર ભુજ દ્વારા અખિલ કચ્છ શૂટિંગ બોલ સ્પર્ધા-2022નું આયોજન સર્વોદય સ્પોર્ટસ પીંડોળિયા વોલીબોલ ગ્રાઉન્ડ પર કરાયું હતું. 8 ફ્રેન્ચાઇઝી ટીમોએ ભાગ લીધો હતો. ઉદ્ઘાટન પારૂલબેન કારાએ કર્યું હતું. સાથે સર્વોદય સ્પોર્ટસના પ્રમુખ કીર્તિભાઇ વરસાણી તથા આંખના સર્જન ડો. મગન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગ્રુપ-એ અને ગ્રુપ-બીના લીગ મેચ મુજબ રમાયેલી સ્પર્ધામાં ફાઇનલ મેચમાં સિટી સુપરસ્ટાર ચેમ્પિયન જ્યારે નીલકંઠ એરો રનર્સઅપ બની હતી. બેસ્ટ નેટી કિશન વેદાંત, બેસ્ટ ડિફેન્સ મુસ્તકીર આરબ, બેસ્ટ શુટર ગૌરમનસિંહ ગોહડીને ટ્રોફી તેમજ રોકડ ઇનામ અપાયા હતા. આ સ્પર્ધાના મુખ્ય સ્પોન્સર ડો. મગનભાઇ હતા. સ્પર્ધાનું આયોજન મહેશભાઇ ભુડિયા, અખિલ કચ્છ શૂટિંગ બોલ એસોસીએશનના પ્રમુખે કર્યું હતું. રેફરીની સેવા શ્રી લોઢાએ આપી હતી. સર્વોદય સ્પોર્ટસ સેન્ટરના સર્વે સભ્યોએ સહકાર આપ્યો હતો.