રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં કચ્છનાં બાળકો ઝળક્યાં

ભુજ, તા. 18 : ઈન્ડિયન ક્યુબ એસોસિયેશન દ્વારા યોજાયેલી નવમી રાષ્ટ્રીય કક્ષાની ચેમ્પિયનશિપમાં ભારત સહિત બાર દેશોનાં 1500થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. સમગ્ર કચ્છમાંથી ગાંધીધામના શાઈની સ્ટાર્સ એકેડેમીનાં ચાર બાળકોએ પોતપોતાની કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ટ્રોફી ને મેડલ મેળવ્યા હતા. યુગ જિગર મહેતાએ મીરર ક્યુબમાં સેકન્ડ રનર્સઅપ તો અન્ય ક્યુબમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું. વિવાન નીરવ મહેતાએ બે ક્યુબમાં સુંદર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ, તો રિવા ચિરાગ વોરા અને કાવ્ય જિગર મહેતાએ બ્રોન્ઝ મેડલ હાંસિલ કરી જિલ્લાનું નામ રોશન કર્યું છે.