મુંદરાની બે નદી-ચાર તળાવની આવને અવરોધ મુક્ત બનાવાશે

મુંદરાની બે નદી-ચાર તળાવની આવને અવરોધ મુક્ત બનાવાશે
મુંદરા, તા. 18 : ગ્રામ વિકાસ પરિયોજના અંતર્ગત સમસ્ત મહાજન, અદાણી ફાઉન્ડેશન તથા મુંદરા-બારોઇ નગરપાલિકાના ત્રિવેણી સંગમથી મુંદરાની બને નદી કેવડી, ભુખી નદી તથા ચાર તળાવમાં બાવળ, ઝાડી, કચરા તથા પાણીની આવ આવતા માર્ગની સાફ સફાઇ કરવામાં આવશે આ કાર્યક્રમ ડાક બંગલા પાસે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામના મેનેજીંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સંગોઇના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. નગર-પાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમારે જણાવ્યું હતું કે, તળાવ તથા નદીની સફાઇ માટે ત્રણ જેસીબી 25 દિવસ સુધી (40) કલાક કામ કરશે તથા આવતા સમયમાં નદીમાં ચેક ડેમ બનાવવામાં આવશે. તેમણે 21,000 રૂપિયાનું યોગદાન આપતા જણાવ્યું હતું કે, ગઢરાગની લાઇનમાં દિવાલ બનાવી તેના પર ઓટલા બનાવી નાના ધંધાર્થીઓને આપવામાં આવશે. આવતીકાલે તા. 19-5ના બારોઇ રોડ મધ્યે અરિહંત નગરમાં બગીચાનું ખાત મુર્હુત કરવામાં આવશે. જનસંઘના પાયાના પથ્થર સ્વ. નાનાલાલ વિશનજી ગોરનું નામકરણ કરવામાં આવશે. જેનો તમામ ખર્ચ મહેન્દ્રભાઇ સંગોઇ તથા તેમની ટીમ દ્વારા આપવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ મહેન્દ્રભાઇ સંગોઇએ જણાવ્યું હતું કે, નંદી સરોવરમાં પાંચ લાખ વૃક્ષો વાવ્યા છે. હાલમા ટોડાની નદીની સાફ સફાઇ થઇ રહી છે. ગ્રામ્ય વિકાસ પરિયોજના અંતર્ગત હાલમાં 100 ગામમાં કામ ચાલી રહ્યું છે.  સમિતિના દેવાંગ ગઢવીએ જણાવ્યું વર્ષ 2009માં આરતી ગ્રુપના સહયોગથી નાના ભાડીયામાં 120 એકર જમીનમાં તળાવો બનાવવામાં આવ્યા છે તળાવોમાં 7થી 9 ફૂટ જેટલું પાણી છે. કાળઝાળ ગરમીમાં અસંખ્ય પશુઓ પાણી પીવે છે. ભાજપ શહેર પ્રમુખ પ્રણવ જોષીએ નગરજનોવતી સહયોગ આપવાની ખાતરી આપી હતી. સ્વાગત પ્રવચન ભોજરાજ ગઢવીએ અને કાર્યક્રમનું સંચાલન પ્રકાશ પાટીદાર અને આભાર વિધિ ધ્રુવરાજસિંહ ચૂડાસમાએ કરી હતી. દિલીપભાઇ ગોર, લાલુભા પરમાર, હિતેશભાઇ શાહ, ધીરજલાલ સંગોઇ, ભુપેન્દ્ર મહેતા, દિલીપભાઇ ગોર, પ્રકાશ ઠક્કર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer