માધાપરના કેસર બાગને વધુ સુવિધાસભર બનાવાયો

માધાપરના કેસર બાગને વધુ સુવિધાસભર બનાવાયો
માધાપર, તા.18 : 30 વર્ષ પહેલા કેસર બાગ નામે નિર્માણ થયેલ બગીચો માધાપરની પ્રજા માટે એક માત્ર હરવા ફરવા માટેનું સ્થળ હતું જેનું સંચાલન વૃક્ષારોપણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. જેમાં નિર્માણમાં દિલીપભાઈ દેવશી હિરાણી, રવજીભાઈ ભુડીયાનો સુંદર સહયોગ મળ્યો હતો. ગોવિંદભાઈ ખોખાણી, શશીકાંત ગાગજી શાહ, નાનજીભાઈ ડબાસીયા, જીણાભાઈ ડબાસીયા સહિત આ સમિતિમાં સામેલ હતા. વૃક્ષારોપણ સમિતિમાં વર્તમાન સભ્યો જયંતભાઈ માધાપરિયા, રવજીભાઈ વેકરિયા, હરીશભાઈ પીંડોરીયા, રામજીભાઈ ગોરસીયા, વાલજીભાઈ ડાંગરે કેસર બાગને નવીનીકરણ કરી સુવિધાસભર બનાવવાનું બીડું ઝડપ્યું છે. માધાપર અને આજુબાજુના વિસ્તારના લોકો ફરવા પરિવાર સાથે આવે ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડક મળે તેવા વૃક્ષોનું વાવેતર, પેવર બ્લોક, શૌચાલય, ગેટ નં.2 પાસે પુલ બનાવી પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. કેસર બાગની નજીકમાં આવેલ સરસ્વતી સ્કુલનું રિનાવેશન કરી ઐતિહાસિક ધરોહરની જાળવણી કાર્ય પુરું કરી ત્યાંના મેદાનમાં સુંદર બગીચાનું નિર્માણ કરાયું છે તે બાગને પણ શનિવાર રવિવાર માટે જાહેર જનતા માટે હરવા ફરવા હેતુ ખુલ્લો મુકાયો છે. જેમાં બેસવા માટે બાંકડા, ફુવારા લાઈટીંગ કરી સુવિધા ઉભી કરવામાં આવી છે તેવું જ્ઞાતિમંડળના પ્રમુખ જયંતભાઈ માધાપરિયાએ જણાવ્યું હતું. કેસર બાગની અંદર વૃક્ષોનું વાવેતર, કલર કામ, રમત-ગમતના નવા સાધનો, લપસણી, ઝુલા, ચકડોળ જેવી સુવિધા વિકસાવાઈ છે. હજુ પણ કેન્ટીન, ફુલઝાડ વગેરેની તૈયારીઓ થઈ રહી છે. નવી વૃક્ષારોપણ સમિતિ દ્વારા પ્રજાજનો પરિવાર સાથે પોતાના બાળકો સાથે હરીફરી શકે તે માટે સુવિધા ઉભી કરવાનું બીડું ઝડપી કાર્યો હાથ ધરાયા છે.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer