ભુજમાં આગ નિર્વાણ દિને અવસાન પામેલા ફાયરમેનને શ્રદ્ધાંજલિ અર્પાઇ

ભુજ, તા. 18 : માજી હોમગાર્ડ પરિવાર, સંસ્કૃત પાઠશાળા, ગીતાજી કેન્દ્ર અને ભુજ નગરના સ્વયં સેવકો દ્વારા આગ નિર્વાણ દિન ઊજવાયો હતો. 1944માં મુંબઇ ખાતે વિકટોરિયા બંદર કાંઠે બંદરના એક જહાજમાં આગ લાગતાં તે સમયે 66 ફાયરમેને જીવ ગુમાવ્યા હતા. તેમને સમૂહમાં ગાયત્રી મંત્ર સાથે અંજલિ અપાઇ હતી તેમજ ભુજ ખાતે ફાયર તરીકેની વર્ષોથી સેવા આપનાર સ્વ. રમેશભાઇ અંતાણી, નાગરિક સંરક્ષણના ચીફ વોર્ડન સ્વ. વિનોદભાઇ હીરાણી, સ્વ. લખુભાઇ અબડા, સ્વ. પ્રભુલાલ ગોહિલ સહિતની સેવાઓને બિરદાવી અંજલિ અપાઇ હતી. પ્રારંભે રાષ્ટ્રપતિ્ એવોર્ડ વિજેતા અને કંડલા પોર્ટના ફાયરમેન વિભાકર અંતાણીએ પ્રસંગનું મહત્વ સમજાવ્યું હતું. તુષાર ધોળકિયા, હેમાન્સુભાઇ, ભૈરવીબેન, જયશ્રીબેન હાથીએ જહેમત ઊઠાવી હતી. સંચાલન ઊર્મિલાબેન ઠક્કરે, આભારવિધિ અનુપમભાઇ શુકલે કરી હતી. એવું ઇસ્માઇલભાઇ ઝુણેજાની યાદીમાં જણાવાયું હતું.