`ધો. 10 અને 12 પછી શું ?'' અંગે છાત્રો-વાલીઓને માર્ગદર્શન

`ધો. 10 અને 12 પછી શું ?'' અંગે છાત્રો-વાલીઓને માર્ગદર્શન
નખત્રાણા, તા. 18 : અખિલ કચ્છ કાપડી વેષ્ણવ સાધુ સમાજ દ્વારા આયોજીત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર શિવાજી નગર દબડા રોડ વૈષ્ણવ સાધુ સમાજવાડી ખાતે યોજાયો હતો. `ધો. 10 અને ધો. 12 પછી શું' તે વિષય પર વિદ્યાર્થીઓને તજજ્ઞ ડો. નંદલાલભાઇ છાંગા, ગોવિંદભાઇ કાપડી, પ્રકાશભાઇ કાપડી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં પચાસથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે પ.પૂ. લઘુમહંત ભરત રાજા ગુરૂ દેવજી રાજા કાપડી, પૂ. દિલિપરાજા દાદા (મોરજર અખાડા) વેલજી રાજા કાપડી, સંત કિશોરદાસજી મહારાજ, ભગવાનદાસ દાદા કાપડી, વિનેશ સાધુ, દશરથભાઇ કાપડી, ડો. હરિભાઇ કાપડી, સમાજના ઉપપ્રમુખ ગોરધનદાસ સાધુ, સચિન કાપડી, કિશન સાધુ, રમેશભાઇ કાપડી, ધનસુખભાઇ કાપડી, પાર્થભાઇ કાપડી સહિત કારોબારીના સભ્યો નવિનભાઇ, ઉમેશભાઇ મારાજ, લવજીભાઇ કાપડી, મોહનભાઇ કાપડી, સમીર કાપડી, ભાવેશભાઇ કાપડી, પાર્થભાઇ, સાધુ કશ્યપભાઇ સાધુ કાનજીભાઇ હરિરામ કાપડી, પિયુષ કાપડી, હસમુખભાઇ કાપડી, સનીભાઇ કાપડી વિ. સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભોજનના દાતા મહંત દિલિપ રાજા ગુરૂ વેલજીરાજા કાપડી રહ્યા હતા. નોટબુક માટે સમાજના સભ્યોએ સહયોગ આપ્યો હતો. સેમિનારને સફળ બનાવવા દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer