ભુજની બેન્કર્સ કોલોનીને સતાવતી વિવિધ સમસ્યા ઉકેલવા માંગ

ભુજની બેન્કર્સ કોલોનીને  સતાવતી વિવિધ સમસ્યા ઉકેલવા માંગ
ભુજ, તા. 18 : શહેરની બેન્કર્સ કોલોનીમાં રસ્તા, ગટર, સફાઈ અને પાર્કિંગના પ્રશ્ને લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. જાગૃત નાગરિક દ્વારા ઉપરોકત કોલોનીમાં માર્ગ ઉબડખાબડ બન્યા હોવાનું જણાવી ગટર સમસ્યા તેમજ સફાઈ થતી ન હોવાની ફરિયાદ કરાઈ હતી. આ ઉપરાંત જ્યુબિલી સર્કલ નજીક પાર્કિંગની સુવિધાઓના અભાવે અનેક લોકો કોલોનીમાં અક્ષયરાજ એપાર્ટમેન્ટ નીચે વાહનો પાર્ક  કરી જાય છે. જેથી દરરોજ માથાકૂટ થતી હોવાનું જણાવી  આ તમામ સમસ્યા ઉકેલાય તેવી માંગ રહેવાસીઓ દ્વારા કરાઈ હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer