ગાંધીધામમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયા ગુરુપૂજા સહિતના કાર્યક્રમ

ગાંધીધામમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયા ગુરુપૂજા સહિતના કાર્યક્રમ
ગાંધીધામ, તા. 18 : અહીંના આર્ટ ઓફ લિવિંગ દ્વારા સંસ્થાના સંસ્થાપકગુરૂ શ્રીશ્રી રવિશંકરજીના 66મા જન્મદિવસનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે વહેલી સવારે સેન્ટર ખાતે  સાધકોએ ગુરૂપૂજા કરીને સમૂહ સાધના, સુદર્શન ક્રિયા કરી હતી. સાંજના સમયે જયપુરના  ગાયક મનીષ શર્માના સંગે મહાસત્સંગ કાર્યક્રમનો લાભ લીધો હતો. ભજન સંધ્યા કાર્યક્રમ ગુરૂપૂજાની પ્રવિણાબેન અબોટીએ શરૂઆત કરી  હતી.  ઈવાબેન ઠકકરે ધ્યાનની અનુભુતી કરાવી હતી.આગામી તા.19/5થી તા.22/5 સુધી  દેવવૃતજી અને ફાલ્ગુનીબેન નાણાવટી દ્વારા  એડવાન્સ કોર્ષ  યોજાશે તેમજ તા.4/6 થી તા.10/6  સુધી  હેપીનેશ  કોર્ષ  યોજાશે. જેનો વધુમાં  વધુ લોકોને લાભ  લેવા અનુરોધ કરાયો છે.  વધુ માહિતી માટે અશોક પરીખ મો. 96876 07880, 70467 37681  ઉપર સંપર્ક કરવા એક યાદીમાં અનુરોધ કર્યો છે.  આયોજનમાં આર્ટ ઓફ લિવિંગના ગુજરાત રાજયના એપેક્ષ સભ્ય જગદીશ સોલંકી, કચ્છ ડીસીસી સભ્ય જગદીશ નાહટા, નવનીત ભાલાણી, હરપાલસિંહ ઝાલા, જય સહાની, ઓમ પ્રકાશ પારીક  વગેરેએ સહકાર આપ્યો હતો.  

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer