કોટડા-જડોદર વચ્ચે અકસ્માતમાં જડોદરના બાઇકચાલકનું મોત

કોટડા-જડોદર વચ્ચે અકસ્માતમાં જડોદરના બાઇકચાલકનું મોત
નખત્રાણા/કોટડા (જ), તા. 18 : તાલુકાના કોટડા જડોદર વચ્ચે બપોરના સમયે આઈવાએ બાઇકને અડફેટે લેતા જડોદરના બાઇક સવાર આધમ ઇબ્રાહીમ મંધરા (ઉ.વ.53)નું સ્થળ પર મોત થયું હતું, જ્યારે બાઇક પર સવારને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ થઇ હતી. જડોદર કોટડા વચ્ચે આજે બપોરે દોઢ વાગ્યાના સુમારે આઇવા નં. જીજે 09 એવી-2563 અને હોન્ડા નં. જીજે 12 ઇજે 6245 વચ્ચે અકસ્માત થતા હોન્ડા પર સવાર જડોદરના આધમ મંધરાનું તત્કાળ મોત થયું હતું. જ્યારે તેની સાથે સવાર જડોદરના  સુરેશ બુધુ મેરિયા (ઉ.વ.27)ને સારવાર અર્થે ભુજ ખસેડાયો હતો, જેને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ થઇ હતી. આ બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો માર્ગ પર એકઠા થયા હતા અને મૃતકના પુત્રોનું આક્રંદ પથ્થર દિલને  પણ પીગળાવે એવું હતું. અકસ્માત બાદ આઇવા ચાલક વાહન સહિત ફરાર થઇ ગયો હતો, જેને ટોડિયા- મથલ  વચ્ચે લોકોએ પકડી પાડયો હતો. અકસ્માત કરનાર આઇવા ઓવરલોડ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું હતું. અકસ્માત પછી બે કલાક સુધી પોલીસના પહોંચતાં લોકોએ  રસ્તો જામ કર્યો હતો, જે પછી પોલીસના આવવાથી વાહન વ્યવહાર પુન: શરૂ કરાયો હતો. અકસ્માત સમયે તા.પં. સદસ્ય ઉત્પલસિંહ જાડેજા, કોટડા (જ)ના ઉપસરપંચ આધમ જાગોરા, મુકેશભાઇ ચાવડા તેમજ જડોદર ગ્રામજનો મદદરૂપ બન્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer