આઈપીએલ અંતિમ તબક્કામાં: પ્લેઓફ માટે રસાકસી

મુંબઈ, તા. 18 : આઈપીએલ સિઝન ર0રરમાં હવે લીગ તબક્કાના પાંચ મેચ બાકી છે અને પ્લેઓફની રેસ રોમાંચક બની છે. ગુજરાત ટાઈટન્સ શાનદાર પ્રદર્શન સાથે ટોચ પર છે અને સત્તાવાર રીતે પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. રાજસ્થાન અને લખનઉ પછીના ક્રમે મેદાને છે તેમ છતાં પ્લેઓફમાં સ્થાન મેળવવા હજુ પ ટીમ વચ્ચે આર યા પારની લડાઈ જોવા મળશે. લીગ તબક્કામાં બુધવારે કોલકત્તા તથા લખનઉ વચ્ચે મુકાબલો થયા બાદ તા.19ને ગુરુવારે બેંગ્લોર અને ગુજરાત ટકરાશે.ર0મીએ રાજસ્થાન અને ચેન્નાઈ આમને સામને હશે  ર1મીને શનિવારે મુંબઈ તથા દિલ્હી વચ્ચે અને રરમીને રવિવારે હૈદરાબાદ તથા પંજાબ વચ્ચે છેલ્લી લીગ મેચ રમાશે જે સાથે પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ થશે.રાજસ્થાન અને લખનઉની ટીમ 16-16 પોઈન્ટ સાથે બીજા અને ત્રીજા ક્રમે છે. બંન્ને ટીમે ટોપ-રમાં પહોંચવા પોતાની છેલ્લી લીગ મેચ જીતવો પડશે. જો બંન્ને ટીમ જીતશે તો રન રેટ ના આધારે નં.ર નક્કી કરવામાં આવશે. દિલ્હી અને બેંગ્લોર પણ પોતપોતાની છેલ્લી મેચ જીતી 16 પોઈન્ટ હાંસલ કરી પ્લેઓફ માટે દાવેદારી કરી શકે છે. કારણ કે અન્ય ટીમો છેલ્લી મેચ જીતીને પણ 14 પોઈન્ટ સાથે પાછળ રહેશે. મુંબઈ અને ચેન્નાઈ સિવાય અન્ય ટીમો પ્લેઓફમાં પહોંચવા આશાવાદી છે. ટોપ 4માં પહોંચવા દિલ્હી મજબૂત દાવેદાર માનવામાં આવે છે. પંજાબે પ્લેઓફમાં પહોંચવા મોટો વિજય સાથે નશીબનો સાથ જરુરી બનશે. બેંગ્લોર અને દિલ્હી પોતાની છેલ્લી મેચ જીતશે તો પંજાબ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બનશે. બેંગ્લોરે પ્લેઓફમાં પહોંચવા ગુજરાતની મજબૂત ટીમને કોઈ પણ સંજોગોમાં હરાવવી પડશે. સાથે એ પણ જરુરી બનશે કે મુંબઈ સામે દિલ્હી હારી જાય. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer