આજે બેંગ્લોરે પ્લે ઓફમાં ટકી રહેવા ગુજરાત પર મોટી જીત મેળવવી પડશે

મુંબઈ, તા.18 : આઈપીએલના લીગ મુકાબલામાં તા.19ને ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આમને સામને હશે. ગુજરાતની ટીમ પહેલેથી જ પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. બેંગ્લોરે પ્લેઓફમાં પહોંચવા ગુજરાતને મોટા અંતરે હરાવવું પડશે.બેંગ્લોર માટે અંતિમ 4માં સ્થાન મેળવવાની તક છે. જો કે તે માટે ગુજરાત સામે માત્ર વિજય પૂરતો નથી. રન રેટને ધ્યાને લઈ મેચ મોટા અંતરે જીતવો પડશે. હારશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થશે. આરસીબી હાલ 7 વિજય અને 6 પરાજય સાથે 13 મેચમાં 14 પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. તેનો રનરેટ માઈનસ 0.3ર3 છે. ગુજરાત સામે જીત મેળવી તો તેના 16 પોઈન્ટ થશે પરંતુ રનરેટના હિસાબે અન્ય ટીમના મુકાબલામાં ભાગ્ય સાથ આપે તેવી પ્રાર્થના કરવી પડશે. રનરેટના હિસાબે બેંગ્લોરને દિલ્હીથી સૌથી મોટું જોખમ છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer