-ને આરટીઓએ `ઘેર''હાજર કર્મચારીઓનો લીધો ઉધડો

ભુજ, તા. 18 : અહીંની પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં કર્મચારીઓ દ્વારા સમયસર ન આવવા અંગેની લાંબા સમયની ફરિયાદો વચ્ચે આરટીઓ દ્વારા ઓચિંતી તપાસ કરીને અમુક કર્મચારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતાં પેંધી ગયેલા વર્ગમાં ભારે ફફડાટ ફેલાયો હતો તો કોઈ સત્તાધિકારી દ્વારા આવી કડક કાર્યવાહી લાંબા સમય બાદ થતાં કચેરી પરિસરમાં આ મુદ્દો ભારે ચર્ચાતો બન્યો હતો.જાણવા મળતી વિગત મુજબ આરટીઓ સી.ડી. પટેલે કચેરીનું ભરબપોરે ઓચિંતું નિરીક્ષણ કરતાં કેટલાક ઇન્સ્પેક્ટરો સહિતના કર્મચારીઓ પોતાની ટેબલ પર જણાયા ન હતા અને લોકો તેમની પ્રતીક્ષામાં ઊભેલા નજરે પડયા હતા.જાણકારોએ કહ્યું કે આ પછી કચેરી વડાએ ગેરહાજર કર્મચારીઓ વિશે પૂછતાં તેઓ હજુ આવ્યા ન હોવાનો જવાબ મળતાં તેમણે તરત જ પગલાં ભર્યાં હતાં અને સંબંધિત કર્મચારી જ્યારે હાજર થયા ત્યારે તેમની પાસેથી ખુલાસો માગી શિક્ષાત્મક પગલાં ભર્યાં હતાં, એમ સૂત્રોએ કહ્યું હતું. જાણકારોએ કહ્યું હતું કે આરટીઓમાં કર્મચારીઓની ગેરહાજરી અને સમય કરતાં મોડા હાજર થતા હોવાની લાંબા સમયની ફરિયાદ છે ત્યારે પહેલી જ વખત આવી ધાક બેસાડતી કામગીરી કરવામાં આવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer