નેરના સરપંચને ફોન ઉપર ગાળો આપી ધાર્મિક લાગણી દુભાવી
રાપર, તા. 18 : ભચાઉ તાલુકાના નેરના સરપંચને બંધડીના શખ્સે ફોન ઉપર ગાળો આપી ધાર્મિક લાગણી દુભાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ મામલે ફરિયાદી સરપંચ દેવશીભાઈ ગગુભાઈ રબારીએ આરોપી અમરા રાણા ફફલ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ ફરિયાદીને ગત સાંજે ફોન કરી કાના આહીરને કેમ છાવરો છો તેમ કહી ગાળો આપી હતી અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દો કહ્યા હતા. ફરિયાદી સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા હોવાનું મનદુ:ખ રાખી ખોટી ફરિયાદ કરીને ફસાવી દેવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.