ભારે વાહનો માટે મનાઇ?હોવા છતાં મથલ પુલ પર રાત્રે આવાગમન

નખત્રાણા, તા. 18 : ગત ચોમાસામાં અત્યંત જર્જરિત બનેલા તેમજ તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી ભારે વાહનો માટે બંધ કરાયેલા મથલ પુલ પરથી રાત્રિના ભાગે આવા વાહનો બેરોકટોક પસાર થઇ?રહ્યા છે. તેનાં કારણે  દુર્ઘટના થવાની આશંકા લોકો વ્યકત કરી રહ્યા છે.મથલ પુલ અત્યંત જર્જરિત છે અને સ્લેબમાં  મોટા ગાબડાં પડી ગયાં છે. ત્યારે વાહનોનું આવાગમન માટે બંધ કરી પુલનું મરંમત કામ શરૂ ના થાય ત્યાં સુધી ડાયવર્ઝન કાઢવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ વાહનચાલકોએ  કરવાનો છે. દિવસ દરમ્યાન આ પુલ પાસે પોલીસની હાજરીનાં કારણે વાહનચાલકો નદીના પટમાં બનાવાયેલાં ડાયવર્ઝનનો  ઉપયોગ કરે છે, પરંતુ રાત પડતાં જ વાહનચાલકો જાહેરનામાનો ભંગ કરી ધરાર પુલ પરથી વાહનો પસાર કરે છે.આ પુલ ચારે તરફથી જર્જરિત ખખડધજ બની ગયો છે, તેમ છતાં આવા વાહનોની રાત્રે સતત અવર-જવર મોટો અકસ્માત સર્જશે તેવી ભીતિ વ્યકત થઇ?રહી છે. જેથી પુલના બંને છેડે આડસ મૂકી મકાન બાંધકામ વિભાગ દ્વારા સંપૂર્ણ પણે પુલ બંધ કરવામાં આવે તે ઇચ્છનીય છે. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer