જી.કે. જનરલ હોસ્પિ.માં બે વર્ષમાં 10 હજાર દર્દીને ડાયાલિસીસ સારવાર

ભુજ, 18 : જી.કે. જનરલ હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં 10 હજાર ઉપરાંત દર્દીઓને ડાયાલિસીસની સારવાર અપાઈ હતી. હોસ્પિટલમાં કાર્યરત નેફ્રોલોજી (કિડનીને લગતા રોગ) વિભાગના ડો. હર્ષલ વોરાએ કહ્યું કે, આ હોસ્પિટલમાં દર મહિને સરેરાશ 500 જેટલા દર્દીઓ ઉપર આ યોજના હેઠળ ડાયાલિસીસ કરાય છે. આ નિયમિત સેવા ઉપરાંત ઈમરજન્સી સેવા 24 કલાક માટે ઉપલબ્ધ છે. આર્થિક રીતે નબળા વર્ગના દર્દીને અહીં અપાતી સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.તેમણે કહ્યું કે, આ હોસ્પિટલમાં અત્યારે 10 ડાયાલિસીસના યુનિટ કાર્યરત છે, જેના દ્વારા આયુષ્માન યોજના હેઠળ વર્ષ 2020-21માં 5,132 અને 2021-22માં 5,157 સાથે કુલ 10,289 ડાયાલિસીસ કરાયા હતા. જી.કે. જનરલ હોસ્પિટલનાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના અંતર્ગત ચાલતી પી.એમ.જે.વાય. યોજનાના હેડ તપન દવેએ આયુષ્માન કાર્ડધારક અને જરૂરિયાતમંદ દર્દીઓને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. અહીં જી.કે.માં નિયમિત ડાયાલિસીસ કરાવતા ભુજના ઉષાબેન વિનોદભાઈ સોલંકીએ હોસ્પિટલમાં ડાયાલિસીસ કામગીરીને પત્ર દ્વારા બિરાદાવી હતી. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer