આદિપુરમાં `નગરસેવક તમારા વોર્ડમાં''

આદિપુર, તા. 18 : આ નગરના એક નગરસેવિકાએ નગરસેવક તમારા વોર્ડમાં નામે એક નવી પહેલ શરૂ કરતાં લોકોના કામ થઈ જવાના ઉજળા દિવસો આવ્યા છે. વોર્ડ-2ના નગરસેવિકા ઉષા નંદુ મિઠવાણીએ `તમારા વોર્ડમાં સમસ્યા અને સમાધાન'ની શરૂઆત કરી છે અને એ અંતર્ગત અહીંના સિંધુ વર્ષા સોસાયટીના 170 જેટલા લોકોના મામલતદાર કાર્યાલયમાંથી આવકના દાખલા કઢાવીને નિ:શુલ્ક તેઓના ઘેર પહોંચાડયા હતા.સતત ત્રણ ટર્મથી નગરસેવિકા તરીકે ચૂંટાયેલા શ્રીમતી ઉષાએ સિંધુ વર્ષા વસાહતમાં પાણી પુરવઠાનો પ્રશ્ન પણ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. આ કોલોનીમાં પાણી રાત્રિના 12.30 વાગ્યે ચાલુ કરવામાં આવે છે. આ પ્રમાણે 4-એ.એફ.માં પણ પાણી મધરાતે આપવામાં આવે છે. આ સમય બદલાવીને સવારનો કરવા રહેવાસીઓએ કરેલા સુચનને નગરપાલિકામાં ઉઠાવીને તેનો પણ ઉકેલ લાવવા પ્રયત્નશીલ છે ને થોડાક દિવસોમાં એ ફરિયાદ પણ દુર કરવાની ખાતરી આપી હતી. આવકના દાખલા મેળવી આપવામાં સિંધુવર્ષાના કાર્યકર્તાઓ પ્રકાશ સંગતાણી, મનીષ શર્મા, જયંતી મીઠવાણી, હરેશ આસનાણી, રમેશ કૃપલાણી, તુલસી ભાનુશાલી, લલિત જાઝાણી, નંદુ મિઠવાણીએ સેવાસેતુ રચીને સહકાર આપ્યો હતો. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer