ગાંધીધામ : રામબાગના 14 કર્મચારીને કાયમી કરાયા

ગાંધીધામ, તા. 18 : અહીંની રામબાગ હોસ્પિટલના આરોગ્ય વિભાગમાં સંતોષકારક રીતે અજમાયશી ધોરણે પાંચ વર્ષ પૂર્ણ કરતા 14 કર્મચારીનો નિયમિત પગાર ધોરણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.અહીંની સરકારી હોસ્પિટલમાં અજમાયશી ધોરણે પાંચ વર્ષ સંતોષકારક રીતે પૂર્ણ કરતા 14 કર્મીને કાયમી કરવામાં આવ્યા હતા. જે અંગે એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયા, સુપરવાઇઝર વિનોદ ગેલોતર, ચેતનાબેન જોશી, રમેશ ગોસ્વામી, પ્રકાશ સોલંકી વગેરે હાજર રહ્યા હતા.આ કર્મીઓને કાયમી કરવા જિલ્લાકક્ષાના સહયોગથી ખૂબ જ ઝડપી કાર્યવાહી કરવામાં આવી હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. તાલુકા કક્ષાએથી ઘનશ્યામ ગઢવી તથા શિણાયના એમ.પી.ડબલ્યુ. ભરત પરમારનો પણ સહકાર સાંપડયો હોવાનું જણાવાયું હતું. દેવાયત ભાદરકા, બળદેવ ચાવડા, ભરત પરમાર, ઝલક જાની, મિનલ પટેલ, કિન્નરી પટેલ, લાછીબેન રબારી, લખીબેન રબારી, કોમલ પરમાર, સુનિતા ચારેલ, લક્ષ્મી રાઠોડ, છાયાબા સોલંકી, પ્રતિભા પટેલ, દેવલ મહેશ્વરીને કાયમી કરવામાં આવ્યા હતા. 

Crime

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer